જીવન વીતતું જાયે, રે ભાઈ જીવન વીતતું જાયે
દિન ઊગે ને દિન આથમે, દિન એમ વીતતો જાયે
વધ્યા આગળ કે વધ્યા પાછળ, એ તો ના સમજાયે - રે ભાઈ...
ના કોઈ મંઝિલના ઠેકાણા, ના મંઝિલ તો દેખાય
પગ તો રહે પડતા, ન જાણે ક્યાં એ ઘસડી જાય - રે ભાઈ...
અજાણ્યા બને પોતાના, પોતાના તો પારકા થઈ જાય
ક્રમ રહ્યો જગમાં આ ચાલુ, ક્રમ તો એ ના બદલાય - રે ભાઈ...
કદી વીતે પળ આનંદમાં, કદી તો દુઃખે ઊભરાય
જીવનની છે આ બલિહારી, જીવન એમ વીતતું જાય - રે ભાઈ...
રોજ તો ભજવા પ્રભુને, નિર્ણય તો થાતા જાય
વાત ઠેલાતી જાયે કાલ પર, એમ જીવન પૂરું થઈ જાય - રે ભાઈ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)