એક ઝાડ પર તો ખૂબ ફૂલ ખીલ્યા, ખીલી એ શોભી ઉઠયા
ગતિ છે કેવી અનોખી એની, નોખનોખા સ્થાને એ પહોંચ્યા
કંઈકના તો હૈયા વિંધાયા, પ્રભુના ગળાના એ તો હાર બન્યા
કોઈ ચડયા પ્રભુ મુગટે, કોઈ તો ધરાવાયા પ્રભુના ચરણોમાં
કોઈ શોભી ઉઠયા ગણિકાની વેણીએ, કોઈ પડી ધૂળે રગદોળાયા
કોઈ લગ્નમંડપની શોભા બન્યા, કોઈ તો મૃતદેહે ચડાવાયા
કોઈ તો વળી ખૂબ ઊકળ્યા, બની અત્તર એ મહેંકી ઉઠયા
ફોરમ એની ખૂબ ફેલાવી, હૈયા કંઈકના સુગંધિત કીધા
કોઈ વળી તો વેણી બની, નારીના હૈયા જીતી લીધા
કોમળ હૈયું છે તો એનું, કોમળતાના એ તો પ્રતીક બન્યા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)