વિનિપાત, વિનિપાત, વિનિપાત (2)
શંકાને શંકાભર્યા માનસમાંથી, જ્યાં આવવું નથી બહાર
આવશે એનું તો એકજ પરિણામ વિનિપાત, વિનિપાત, વિનિપાત પકડી પૂંછડી જીવનમાં જ્યાં ક્રોધની, છોડી ના એને જ્યાં જીવનમાં
લોભ ને અતિલોભમાં રહેવું ડૂબ્યા, નીકળવું ના એમાંથી જ્યાં બહાર
ખોટી આદતોને, લેશો જીવનમાં જુગારને જુગારનો તો આધાર
ત્યજશો ના જીવનમાં જૂઠને, રાખશો જીવનમાં અયોગ્ય આચાર
છોડશો ના જીવનમાંથી, ખોટા તંતોને ને તંતોની વણજાર
રોકશો ના જો ખોટી ઇચ્છાઓને ઇચ્છાઓની લંગાર
તૂટયા જ્યાં નિર્ણયોમાં, ગોત્યા જ્યાં એના રે ખોટા આધાર
મારાને તારામાં રહ્યાં રચ્યા-પચ્યા, ભૂલીને બધું વિવેકનું ભાન
અટકાવી ના શક્યા જીવનમાં વિનિપાત, દઈ જાશે જીવનને મોટો આઘાત
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)