દીવડા દેવના તો કીધા, સેવા સંતોની તો કરી - રે
માડી, તોય મારા મનની શાંતિ કાં અવળી બની - રે
ઉપવાસે તનને તળ્યું, વ્રતમાં તો મનને જોડ્યું - રે
ગોતી ગોતી કારણ ખૂબ રે ગોત્યું, કારણ ના જડયું - રે
મન કદી તો અહીં રહ્યું, કદી એ ક્યાં ને ક્યાં ભાગ્યું - રે
કદી ઝલક શાંતિની મળી, કદી અશાંતિ સામે આવીને ઊભી - રે
મન નાચી નાચી થાક્યું, તોય નાચવું એ ના ભૂલ્યું - રે
સુખકાજે કરી દોડાદોડી, સ્વાગત દુઃખનું કરવું પડ્યું - રે
કદી કદી કોશિશ સફળ બની, મૃગજળ તો સુખનું મળ્યું - રે
મન, બુદ્ધિ તારે ચરણે પડી, ઝરણું શાંતિનું મળી ગયું - રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)