કરવી છે ખુશ તો જગમાં ‘મા’ ને, એ ખુશ તો થાતી નથી
ખામી આવી છે રે મુજમાં ક્યાં, એ તો સમજાતું નથી
કીધી કોશિશો અનેક રીઝવવા તને, તું રીઝી દેખાતી નથી
ખુશ ના થઈ તું રે માતા, હકીકત તો એ બદલાઈ નથી
કરવું શું, ના કરવું શું, હવે એ તો સમજાતું નથી
એની ખુશી વગર ચાલે છે બહુ, ખુશી વિના રહેવાનું નથી
મોહભરી મુજ આંખોમાં, મોહ વિના તો દેખાતું નથી
ક્ષણભર તો એ દૂર થાતાં, ‘મા’, તારા વિના દેખાતું નથી
યત્નો પર યત્નો થાતાં રહે, યત્નો તો પૂરા પડતાં નથી
એની ખુશી આડે આવે છે શું, એ તો સમજાતું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)