ભૂલ્યા ના ભુલાય રે માડી તારા રે ગુણો
ભૂલ્યા ના ભુલાય રે તારા રે ઉપકાર
મોકલી જગમાં ભલે મને એકલો રે માડી
રહી સદાયે માડી મારી તું તો રક્ષણહાર
આવતા અજાણ્યા હતા સહુ રે માડી
વળગી ગયા રે ખૂબ એ તો હૈયાની પાસ
માયામાં અટવાઈ ગયો, માયામાં ભરમાઈ ગયો
દીધો ત્યારે તેં તો માડી, તારો રે અણસાર
કરું બધું, સાચું ગણું, સાચું શું એ ના સમજું
ભ્રમમાં તો રાચી રહું, ભ્રમમાં રાચી રહ્યો સદાય
ફરી ફરી થાક્યો જગમાં, મચ્યો હૈયે તો ઉકળાટ
કરી યાદ તને રે માડી, દોડી આવી તું તત્કાળ
દઈને પ્રકાશ તારો માડી, દૂર કરજે અંધકાર
ભૂલ્યા ન ભુલાય રે માડી તારા રે ઉપકાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)