માનવ થઈને આવ્યો છે તું, જીવન સાર્થક કરી જાજે
જીવન જીવજે તું એવું, જીવન ઊજળું તો કરી જાજે
વીત્યા તો કંઈક જન્મો, નવો ઉમેરો એમાં નવ કરજે
આ જનમને તો તું, તારો આખર જનમ કરી લેજે
કંઈક મળશે, કંઈક જાશે, મેળ કંઈકના તૂટતા જાશે
ના કાયમનું રહેશે કોઈ સાથે, સમય સમય પર છૂટા થશે
ભેગો કરેલો પાઈપૈસો, ના શ્વાસ તારા એ રોકી શકશે
ભેગું કરેલું પુણ્ય તારું, પાપનો પ્રવાહ એ રોકી શકશે
આ જનમ જો ના સાર્થક કરશે, લઈ જનમ બીજો શું કરશે
જનમ સાર્થક તારો તો થાશે, જીવન સાચું જીવી જાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)