જીતની બાજી હારમાં ના ફેરવ રે મનવા, હારમાં ના ફેરવ
લાખ યત્નોએ મળ્યો મહામુલો તને માનવદેહ
પડી ફરી ફરી રે માયાના ચકરાવામાં - જીતની ...
કામક્રોધના જીવનમાં જાગશે ખૂબ આવેગ
જોજે એમાં તણાઈ જઈને - જીતની ...
બોલીને ખોટું, મેળવી થોડું, ભારો પાપનો તું ના બાંધ
અહીંનું અહીં તો રહી જાશે રે બધું - જીતની ...
રહેવું થોડા દિન આ જગમાં, બાંધ ના કોઈથી વેર
અન્યને હાની કરતા કરશે. કરશે હાની તને તું પ્રથમ - જીતની...
સાધુ-સંતો ને અન્યની કરવા સેવા, રેહજે તૈયાર હરદમ
ખોટા ભાવોને, કર્મોને દઈ સ્થાન હૈયામાં - જીતની...
બાંધવા જેવું બાંધીશ નહિ, બાંધીશ ખોટો ભાર
ખોટા ભાર નીચે દબાઈ, એળે ખોઈશ અવતાર - જીતની...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)