અટક્યા જીવનમાં તમે તો જ્યાં, ત્યાંથી અમે તો શરૂ કર્યું
છોડયું અધૂરું જીવનમાં તમે તો જે જે, પૂરું અમે એને તો કર્યું
કહ્યું અમને તમે જે, યાદ એ ના રહ્યું, તોયે પૂરું એને તો કર્યું
ઇશારાથી ઘણું તમે અમને તો કહ્યું, સાનમાં અમે એ સમજી લીધું
પાડી જીવનમાં તમે જે જે ગાંઠો, એ ગાંઠોને અમે ઉકેલી દીધું
ગોત્યું કારણ કારણ ના મળ્યું, થયું કાર્ય પૂરું, કારણનું કારણ ના રહ્યું
કરતા શરૂ એ મૂંઝવી ગયું, કર્યું શરૂ, નવાઈભર્યું એ ના રહ્યું
અશક્ય તો ત્યાં શક્ય બન્યું, વિચારોના તાંતણાનું સંધાણ કર્યું
હૈયે પડેલી તીરાડનું દર્શન થાતું રહ્યું, પીગળ્યું હૈયું જ્યાં તીરાડોને સાંધી ગયું
કડવી જબાને પીડાનું પ્રદાન કર્યું, મીઠાશે નિદાન એનું તો કર્યું
ભટકવાનું ત્યાં અટકી ગયું, ન મળતાં છેડાનું જ્યાં જોડાણ કર્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)