મળ્યા કિનારા જગમાં, નદી, સરોવર ને સાગરના
મળ્યા ના કિનારા તો જગમાં રે કર્મના
જોયા જગમાં ઊંડાણ તો સાગર ને સરિતાના નીરના
દેખાયા ના જગમાં તો ઊંડાણ રે કર્મના
તણાશો જગમાં, પ્રવાહમાં સાગર કે નદીના નીરમાં
જવાશે એમાંથી બચી, ના બચાશે, તણાશો અહંના પ્રવાહમાં
જલાવી જાશે રે અગ્નિ, કરી દેશે એ રાખ બધું
જીવન જલાવી જાશે રે, અગ્નિ ક્રોધ ને વેરના
સુખદુઃખ તો આવશે ને જાશે, છોડશે ના નિશાની
રહી જાશે રે નિશાની તો જીવનમાં પાપની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)