સમય સમય પર તો બધું થાતું જાય (2)
સવારે તો સૂરજ ઊગે, સાંજે તો આથમી જાય - સમય...
વર્ષામાં નીર ઊભરાયે, ઉનાળે તો સુકાય - સમય...
પૂનમે ચંદ્રતેજ રેલાય, અમાસે ધરતી અંધારે નહાય - સમય...
હરેક મૃગમાં કસ્તુરી ના મળે, કસ્તુરી મૃગનાભિમાં થાય - સમય...
નભમાં તારા અનેક મળે, ધ્રુવ તારો દિશા બતાવી જાય - સમય...
જનમતા નિર્દોષ બાળક, સંજોગે પુણ્યશાળી કે પાપી થાય - સમય...
મુલાકાત કે વિયોગ જગમાં, અણચિંતવ્યા થઈ જાય - સમય...
બીજમાંથી તો વૃક્ષ, સમય પર ફળ દેતું જાય - સમય...
પાપ ને પુણ્યના ફળ તો જગમાં, સમય પર મળતાં જાય - સમય...
ઉનાળે તો ધરતી તપે, વર્ષાએ ધરતી નીરમાં નહાય - સમય...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)