કરી રખેવાળી ફૂલની કાંટાએ, ને ગુણગાન ફૂલના ગવાયા
દેખાયા તો રૂપ ફૂલના, ડંખ કાંટાના તો વિસરાઈ ગયા
નજર પડે ફૂલ પર જલદી, કાંટા જલદી તો દેખાયે નહિ
રાખશે બીક જે કાંટાની, ફૂલ એ તો ચૂંટી શકશે નહિ
રહ્યા ફૂલ તો સુગંધ ફેલાવી, કાંટા તો કાંટાજ રહ્યા
ના મૃદુતા સ્પર્શી કાંટાને ફૂલની, ના રૂપ એણે એના ધર્યા
ના રૂપ કે રંગ મળ્યા ફૂલના, રક્ષણ એ તો કરતા રહ્યા
ના અસ્તિત્વ એક બન્યું, જુદા ને જુદા એ તો રહ્યા
બદલો કાંટાનો ફૂલ તો ના જઈ શક્યા રે ભૂલી
જ્યાં ચડયાં પ્રભુ ચરણે એ તો, સાથે એને લેતા ગયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)