છીએ, નાના નાના તારા બાળ અમે રે માતા (2)
પધારજે અમારી પાસે આજે રે માતા (2)
ન જાણીએ અમે પાઠ કે પૂજા
જાણીએ, તું તો છે રે અમારી ‘મા’ - છીએ...
ન જાણીએ કંઈ અમે, કરીએ ભૂલો રે સદા
બાળ જાણી, કરજે રે અમને માફ માતા - છીએ...
તું ક્યાં છે ક્યાં નથી, નથી જાણવું રે માતા
આવી અમારા નાના હૈયામાં કરજે વાસ રે માતા - છીએ...
ગુણ તો સદા યાદ રહે અમને તારા રે માતા
દેજે એવી નિર્મળ બુદ્ધિ સદાયે અમને માતા - છીએ...
પુણ્ય શું છે, પાપ શું છે, ન જાણીયે અમે રે માતા
સદ્દરાહ પર સદાયે અમને રાખજે રે માતા - છીએ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)