Hymn No. 1618 | Date: 26-Dec-1988
|
|
Text Size |
 |
 |
એક વિચિત્ર માનવી, જીવનમાં જો મળે, ભેજાનું દહીં એ તો કરે છે કંઈક એવા આ તારા જગમાં રે માડી, તારું શું થતું હશે એક આશા જાગે જ્યાં મનમાં, દોડાદોડી એ તો ખૂબ કરાવે પૂરવા જગની અનેક આશાઓ રે માડી, દોડાદોડી તું કેટલી કરે કાઢવા ખબર જગમાં, કરતા દોડાદોડી અમે થાકી જઈએ જગ આખાની ખબર રાખવા, માડી તું કેટલી થાકતી હશે ચશ્મા કે બીજા યંત્રોથી, જગ સારાને ના નીરખી શકીએ જગ સારાને તું જ્યાં જુએ, માડી, તારા એ યંત્રો કેવા હશે જગની દેખાતી તેજ ગતિ પણ, માડી તને તો ના પહોંચે તારું એ વાહન કે યંત્ર રે માડી, કેવું શક્તિશાળી હશે જગની સુંદરમાં સુંદર કૃતિ જોઈને માડી મનડું તો ઠરે તારા રૂપની સુંદરતાની તો કલ્પના ના થઈ શકે જગ પર તો માડી સદા તું તો ઉપકાર કરતી રહે તારી અકારણ ઉદારતાની તો કલ્પના ના થઈ શકે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|