કરી પ્રભુ જગમાં એવી કેવી રે મિલાવટ, રહ્યાં છે આવતા જગમાં નપાવટને નપાવટ
કરી કરી ખૂબ સજાવટ, રહ્યાં છે જગમાં ફરતાને ફરતા, નપાવટને નપાવટ
કહેવાયો છે તું સાચનો બેલી, સાચને ભાગે દીધી શાને તેં, થકાવટને થકાવટ
સત્યની રાહે ચાલ્યા જીવનમાં જે જે, આપી જગમાં તેં તો રૂકાવટને રૂકાવટ
જીવનમાં વૃત્તિઓની કરી તમે ખૂબીથી સજાવટ, રહ્યાં પામતા એમાં તો સહુ થકાવટ
ભરી દીધું જગને દંગા ફિસાદોથી, રહ્યાં છે કંઈક દંગા, રહ્યાં કરતા પતાવટને પતાવટ
અગમચેતીની રહ્યો છે દેતો ચેતવણી તું સહુને, દીધી ના શાને સાચી સમજાવટ
રહ્યાં છો રક્ષા કરતા જગમાં સહુની, છે અનોખી તમારી તો રખાવટને રખાવટ
દીધું જગમાં સહુને તો ઘણું ઘણું, રહ્યાં છે તોયે કરતા બગાવતને બગાવત
કરી સદા અમારી પ્રભુ તમે રખાવટ ને સજાવટ, બનાવતો ના અમને નપાવટને નપાવટ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)