ઇચ્છાઓ મારી ક્યાં અટકશે, ક્યાં લઈ જાશે, ના એ સમજાશે
શમે ન શમે એક, જાગે બીજી, ન જાણું અંત એનો ક્યારે આવે
થાયે પૂરી કેટલી, રહેશે કેટલી અધૂરી, ના એ તો કહેવાશે
જાગે જ્યાં, કરાવે દોડાદોડી, દોડાદોડી તો ખૂબ એ કરાવશે
કદી જાગતી એક ઇચ્છા, બીજી જાગેલ ઇચ્છા સાથે ટકરાશે
દાટ વાળશે અધૂરી ઇચ્છાઓ, જો નિરાશામાં પલટાશે
હદ બહાર વિનાના વેગો, કદી-કદી ક્રોધમાં પલટાશે
શાંત મનમાં સદાયે, વર્તુળ અશાંતિના ઊભા એ કરશે
સારી ઇચ્છા તો કદી-કદી, બળ મોટું તો પૂરું પાડશે
વળશે જ્યાં એ પ્રભુચરણમાં, અંત એનો તો આવશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)