ઉમંગોને ઉમંગે ઊછળે હૈયાંમાં રે જ્યાં, જીવનમાં દુઃખની હસ્તિ ભુલાઈ જવાય છે
આનંદની છોળોને છોળો ઊછળે, જ્યાં હૈયાંમાં, જગનું દુઃખ બધું ત્યાં વીસરાઈ જવાય છે
અન્યના ખ્યાલ, પ્રભુના ખ્યાલમાં ડૂબ્યા, જીવનમાં જ્યાં, હસ્તિ ખુદની ત્યાં વિસરાઈ જવાય છે
પ્રેમને પ્રેમની દુનિયામાં પ્રવેશ મેળવ્યો, જીવનમાં જ્યાં, વેર બધું વીસરાઈ જવાય છે
આશાઓને ખોટી આશાઓમાં ડૂબ્યા જીવનમાં, જીવનની વાસ્તવિક્તા ભુલાઈ જવાય છે
લોભ ને અતિલોભ જીવનમાં, સદ્ગુણોને તો તાણીને તાણી એ તો જાય છે
શરમ તૂટી જીવનમાં જ્યાં એકવાર, જીવનમાં કાંઈપણ કરવા ના એ અચકાય છે
પાપને પાપમાં ડૂબેલાં જીવનમાં, જીવનમાં અન્યને પીડતા ના એ તો ખચકાય છે
સત્તા સામે જગમાં શાણપણ તો ના ચાલે, કળથી તો ત્યાં કામ કઢાય છે
મુસીબતોને મુસીબતોમાં ઘેરાયેલા માનવીમાં, સાચા વિચારની અપેક્ષા ના રખાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)