ડૂબશે તો તું તારા પાપે, તરશે તો તું તારા પુણ્યે
ડૂબવું કે તરવું છે હાથ તારે, તું હૈયે આ વિચારજે
કરશે ના વિચાર પાકા, સૂઝશે ના વિચાર સાચા
કરશે અમલ તો તું શેના, કોઈ પાકા વિચાર વિના
અમલી વિના બનશે શું, જીવ્યો ના જીવ્યો શું
ફેરો ફોગટ જગતમાં, ગણાવીને વળશે શું
મુક્તિની આશ ભરી હૈયે, રાખી હૈયે વળશે શું
ઉપાય એના પ્રયોજી સાચાં, મેળવ્યા વિના ના જંપજે તું
સ્પંદન તો વહે એના જગમાં, શાંત રહી વળશે શું
આંદોલન તું જગાવ એવા, મુક્તિને વાર લાગશે શું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)