Hymn No. 1638 | Date: 09-Jan-1989
|
|
Text Size |
 |
 |
ખોળે છે નૈનો, મારા રે મા, તને રે તને, તને રે તને
Khole Che Nayno, Mara Re Ma, Tane Re Tane, Tane Re Tane
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
ખોળે છે નૈનો, મારા રે મા, તને રે તને, તને રે તને ઝંખે છે હૈયું મારું રે મા, તને રે તને, તને રે તને પડે ના ચેન, તારા વિના રે મા, નૈનને કે હૈયાને રહી છુપાઈ માયા પાછળ રે મા, તડપાવે છે રે તું શાને મને ખેંચે છે માયા, ખેંચે છે રે તું, રહ્યો છું બહકી રે અધવચ્ચે તું છે મારી રે મા, હું છું તારો, પાડયો પડદો તો માયાએ વચ્ચે પુણ્યે તરું કે પાપે રે ડૂબું, પડશે પકડવો હાથ તારે ને તારે થાકીશ જો હું કરવા વ્હાર મારી, પડશે આવવું તારે ને તારે જાગ્યો છે અજંપો ખૂબ તો હૈયે, મિટાવજે તું આજે ને આજે વાર લગાડી રે, ખૂબ તેં તો દર્શન દે હવે, આજે ને આજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|