|
View Original |
|
રણઝણી ઊઠયું માયાના રણકારે જ્યાં હૈયું
ઊઠયો હૈયેથી ત્યારે તો આ સૂર
દઈ દેજે રે માડી મને, દેખાયે જગમાં બધુંયે તું
ખળભળી ઊઠયું વેરના ધબકારે તો જ્યાં હૈયું
નીકળ્યો હૈયેથી ત્યારે તો આ સૂર
દેજે રે બાળી, પડતા નજર મારી, એને રે તું
પ્રેમની બંસીના ઊઠયા, હૈયેથી જ્યાં સૂર
ઊઠયો હૈયેથી ત્યાં અનોખો સૂર
ઝૂમી ઊઠયું આનંદે હૈયું, જગ એમાં તો ડોલ્યું
એકતાના તારે જ્યાં, ઝણઝણી ઊઠયું હૈયું
ઊઠયો હૈયેથી અદ્દભુત સૂર
દેખાયું, અનુભવ્યું રે માડી, છે બધે તું અને તું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)