Hymn No. 1650 | Date: 14-Jan-1989
|
|
Text Size |
 |
 |
1989-01-14
1989-01-14
1989-01-14
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13139
નથી કરી ફરિયાદ પાસે તો તારી, નથી કરવી ફરિયાદ તને તો માડી
નથી કરી ફરિયાદ પાસે તો તારી, નથી કરવી ફરિયાદ તને તો માડી બની મસ્ત છે વ્યાપી તું, જગના અણુએ અણુમાં, દેજે મસ્તીમાં મને મસ્ત એવો બનાવી સુખી તું સદા રહેજે રે માતા, સદા સુખી રહેવા દેજે રે મને જાગે જો દુઃખ તુજ હૈયે રે માતા, ત્યારે તું મને બોલાવી લેજે ફર્યો હું તો ખૂબ જગમાં, મળ્યું ના સ્થાન કોઈ સાચું પહોંચું જ્યારે તારી પાસે રે માડી, સ્થાન ચરણમાં થોડું તો દઈ દેજે સમસ્ત સૃષ્ટિ પરે છે દૃષ્ટિ તો તારી, જોજે રહે તુજ પર દૃષ્ટિ તો મારી ક્ષણભર પણ દૃષ્ટિ તો તારી, હટાવી ના દેજે મુજ પરથી તો માડી નથી વિશાળ હૈયું રે મારું, છે વિશાળ હૈયું તો તારું નાના મારા હૈયામાં રે માડી, વાસ ત્યાં તારો સદા કરી લેજે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
nathi kari phariyaad paase to tari, nathi karvi phariyaad taane to maadi
bani masta che vyapi tum, jag na anue anumam, deje mastimam mane masta evo banavi
sukhi tu saad raheje re mata, saad sukhi raheva deje re mane
jaage jo dukh tuata, haiye re tyare tu mane bolavi leje
pharyo hu to khub jagamam, malyu na sthana koi saachu
pahonchum jyare taari paase re maadi, sthana charan maa thodu to dai deje
samasta srishti pare che drishti to tari, joje rahe toja to drishanish to mari, joje rahe tujh paar drishanish to
marii hatavi na deje mujh parathi to maadi
nathi vishala haiyu re marum, che vishala haiyu to taaru
nana maara haiya maa re maadi, vaas tya taaro saad kari leje
|
|