વિંધાયેલા હૈયાની વેદના તો વેઠી હોય તેજ જાણે રે, બીજા એ શું જાણે
સાકરની મીઠાશ તો ચાખી હોય એજ જાણે રે, બીજા એ શું જાણે
ભક્તિના ભાવમાં ભીંજાયેલા હૈયા, મહાણ્યા હોય એજ જાણે રે, બીજા એ શું જાણે
હેતે હિલોળતા હૈયાની હૂંફ, પામ્યા હોય એજ જાણે રે, બીજા એ શું જાણે
દગાની આગનું દર્દ તો દાઝયા હોય તેજ જાણે રે, બીજા એ શું જાણે
મીઠી યાદની મીઠાશ તો, મહીણી હોય એજ જાણે રે, બીજા એ શું જાણે
વેરના અગ્નિનો ઉકળાટ તો, તપ્યા હોય એજ જાણે રે, બીજા એ શું જાણે
પ્રભુ વિરહની વેદના તો વેઠી હોય એજ જાણે રે, બીજા એ શું જાણે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)