બાંધી આંખે પાટો તો માયાનો, મારગ સાચો ક્યાંથી દેખાશે
પડી ઊંડે અંધારે કૂવે, વિશાળતા જગની ક્યાંથી દેખાશે
પ્રકટાવી તેલ વિનાનો દીવો, અજવાળું કેટલું પમાશે
બે વચ્ચેની વાતમાં વચ્ચે ટપકી, માન તો કેટલું જળવાશે
આગિયાના તેજમાં શરીર તો કેટલું રે તપાવાશે
બાલદીએ બાલદીએ સમુદ્રનું જળ કેટલું ઉલેચાશે
તૂટેલા તો વીણાનાં તારમાંથી, સંગીત કેટલું નીકળશે
બગડેલી ગાડીમાં, આગળ તો, રે કેટલું જવાશે
નકલી દાંતથી ચીજ કઠણ તો કેટલી ચવાશે
યોગ્ય ચીજો વિના, યોગ્ય કાર્યો તો મુશ્કેલીથી થાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)