Hymn No. 1666 | Date: 21-Jan-1989
|
|
Text Size |
 |
 |
તારા વિયોગે આંસુ વહે જ્યારે, લૂછવા ન આવે તું ત્યારે રે માડી, આ રીત તારી, મને મંજૂર નથી તારી યાદે, યાદે હૈયું પોકારે જ્યારે, વાટ જુએ તું તો ત્યારે - રે માડી... અકળાવું ખૂબ હૈયે હું જ્યારે, રસ્તો સુઝાડે ન તું તો ત્યારે - રે માડી... ખૂણે ખૂણે તને શોધી વળું જ્યારે, છુપાઈ રહે તું તો ત્યારે - રે માડી... રિસાવું તુજથી હું તો જ્યારે, મલકાઈ જોઈ રહે તું ત્યારે - રે માડી... થાકી આંખ બંધ કરું હું તો જ્યારે, તારી યાદે મને તું સતાવે - રે માડી... કહેવા બેસું તને તો જ્યારે, ભુલાવી બધું મને તું ત્યારે - રે માડી... તારી યાદમાં ડૂબું હું તો જ્યારે, મોકલી માયા, યાદ તું તોડાવે - રે માડી... ચારે તરફ તો અંધકાર દેખાયે, હાથ ના પકડે જો તું ત્યારે - રે માડી...દુઃખ દર્દથી પીડાવું તો જ્યારે, ઊભી ઊભી તું જોઈ રહે ત્યારે - રે માડી...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|