સાચું ‘મા’ નું નામ છે, સુખનું તો એ ધામ છે
આવશે, એક જ એ તો સાથે, બીજા નામનું શું કામ છે
છે એ શક્તિશાળી, કષ્ટહારી, પુણ્યકારી રે (2)
હૈયે સાચો ભાવ છે, મુખમાં જ્યાં એનું નામ છે - આવશે...
વીત્યા દિનો, વીત્યા જન્મો, હવે ના વખત વિતાવજે
અંતરથી તો આજ રે, લેજે તો ‘મા’ નું નામ રે - આવશે...
ઘૂમ્યો આડો અવળો ખૂબ જગતમાં, ભોગવ્યા પરિણામ રે
લઈ હૈયેથી તો નામ, સાચી બાજી હવે તો સુધારજે - આવશે...
અંધકાર ઘેર્યા હૈયે તારા, પ્રકાશ ‘મા’ નો પથરાવજે
પળે-પળે, શ્વાસે-શ્વાસે, લેજે તો તું ‘મા’ નું નામ રે - આવશે...
કંઈક તર્યા તો એના નામે, તું ભી તરજે એના નામે રે
છોડી બીજું બધું જગમાં, લેજે હૈયે એક સાચું નામ રે - આવશે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)