સંજોગેએ જ્યાં ઘેરાઈ ગયા, લ્યો વૃત્તિના પારખાં ત્યાં થઈ ગયા
કોઈ એમાં અધીરા બન્યા, કોઈ તો ધીરજ ધરી ગયા
કોઈ નિરાશામાં તૂટી પડયા, કોઈ નિરાશામાં શિખી ગયા
કોઈ પાપમાં ડૂબી ગયા, કોઈ પુણ્યપંથે તો ચડી ગયા
કોઈ જીતમાં તો છકી ગયા, કોઈ જીતમાં નમ્ર બની ગયા
કોઈ તો ક્રોધમાં જલી ગયા, કોઈ તો ક્રોધને પી ગયા
કોઈ માયામાં ડૂબી ગયા, કોઈ તો માયાને જીતી ગયા
કોઈ અધવચ્ચે થાકી ગયા, કોઈ કિનારે પહોંચી ગયા
કોઈ તો ખાઈને જીવી ગયા, કોઈ તો ખાઈને માંદા પડયા
કોઈ તો સંજોગે બંધાઈ ગયા, કોઈ સંજોગે તો શિખી ગયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)