થોડું કહી દેજે રે માડી, આજે મારા કાનમાં રે
તને રીઝવવાની રીત તો સાચી રે
નથી રિઝાઈ તું રે માડી, તો આજ સુધી રે
હશે રીત તો મારી ખોટી રે
કદી એક રીત, કદી બીજી રીત અજમાવી રે
રીતમાં તો થાતી રહી બદલ-બદલી રે
છું અજ્ઞાન, અબુધ, માનું તોય મને જ્ઞાની રે
આવી-આવી પાસે, પાછી તું જાતી છટકી રે
પૂછું કોને, છીએ સરખા, દેખાય ના કોઈ સાચું રે
અટવાઈ, અટવાઈ રહ્યો, ઠોકર તો ખાતો રે
વેળા આવી, વેળા આવી, વેળા ના પકડાઈ રે
આપે વેળા, આપજે શક્તિ પકડવા રે
સાચું શું છે એક તું જાણે, સાચું મને સમજાવજે રે
દઈ મદદ તારી, તારી પાસે પહોંચાડજે રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)