જોઈને હસતું મુખડું મારું, અંતરની પીડા મારી, ના કોઈ માપી શકે
કરી કરી વખાણ તો મારા, ખુદ તો છેતરાય ને મને એમાં તો છેતરે
શું ચાલે છે અંદર તો મારી, એ તો એક હું જાણું, બીજો મારો પ્રભુ જાણે
કરવા ના દુઃખી કોઈ અન્યને, રાખું છું મુખડું મારું હસતું તો એટલે
કહી કહી વળશે શું, થાશે દૂર શું, દુઃખ એમાં ના હું એ જાણું, ના એ જાણે
કર્યા ગુના ઘણા, છુપાવ્યા મેં તો એને, હવે મને એ તો સતાવે
ખાધા આંચકા જીવનમાં તો ઘણા, હલી ગયો હું એમાં, હવે એમાં શું વળે
કરી કરી દાવા ખોટા, કર્યા ઊભા પસ્તાવા, હવે એ તો અંતરને જલાવે
કાળે કાળે જાશે ભલે એ ભુસાઈ, તોયે ક્યારે ને ક્યારે, યાદ એ તો આવે
દુઃખની હસ્તિ ભલે ગમે ના કોઈને, જીવનમાં તોયે એને સ્વીકારવી પડે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)