કુદરત તારું હૈયું આજે તો ખોલી દે, આજ મને તો એમાં જોવા દે
છુપાયું છે જ્ઞાન ક્યાં એમાં, જે કર્તાએ તો ભર્યું છે
ઋષિ મુનિઓએ તો જોયું, આજ મને તો જોવા દે
કવિઓ સામે ખોલી દીધું, આજે મારી સામે ખોલી દે
તારામાં જ્ઞાનીને જ્ઞાન મળ્યું, વિજ્ઞાનીને વિજ્ઞાન લાધ્યું રે
આજ છુપાયેલા પ્રભુને, તારામાં મને તો દેખાડી દે
અંધકારની છાયામાં ભી, આજે તો તેજ બતાવી દે
છુપાયેલું રહસ્ય જગનું, આજે તો ખુલ્લું કરી દે
સોનું, રૂપું, હીરા, ગોતનારને તો તેં તો દીધા છે
ગોતું છું આજ તો પ્રભુને, તુજમાં આજે એને દેખાડી દે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)