મળ્યું જીવનમાં તો જે-જે, કર્યો ઉપયોગ તો થોડો, વેડફ્યું ઝાઝું રે
મળ્યો સમય તો જે-જે, કર્યો ઉપયોગ તો થોડો, વેડફ્યો ઝાઝો રે
મળ્યું ખાવા અન્ન તો જે, કર્યો ઉપયોગ થોડો, વેડફ્યું તો ઝાઝું રે
મળી તો લક્ષ્મી જે, કીધો ઉપયોગ તો થોડો, વેડફી તો ઝાઝી રે
કર્તાએ તો દીધું બધું ભરપૂર, ના કીધો ઉપયોગ તો સાચો રે
સંજોગ તો બહુ દીધા, કીધા ઉપયોગ થોડા, ચૂક્યા તો ઝાઝા રે
જ્ઞાન પણ જીવનમાં દીધું ઘણું, પચાવ્યું થોડું, વહી ગયું ઝાઝું રે
મળી સગવડ જીવનમાં જે, કીધો ઉપયોગ થોડો, ફરિયાદ ઝાઝી રે
દીધું કુદરતે જળ તો ઝાઝું, કીધો ઉપયોગ થોડો, બગાડ તો ઝાઝો રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)