1989-02-02
1989-02-02
1989-02-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13179
મળ્યા જીવનમાં તો જે-જે, છૂટા એ તો પડવાના
મળ્યા જીવનમાં તો જે-જે, છૂટા એ તો પડવાના
છૂટા પડેલા તો, ફરી પાછા કદી તો મળવાના
છૂટો પડ્યો છું રે, તુજથી હું તો માડી
ફરી પાછા આપણે તો, જરૂર મળવાના
નથી કોઈ હિસાબ તો મારો, તો મારી પાસે
છે હિસાબ તો મારો રે માડી, તારી પાસે પાકો
વિશ્વાસ તો છે તુજમાં રે માડી
હિસાબમાં તો ગોટાળા નથી થવાના
જનમોજનમ તો રહ્યા છે વીતતા
જુદાઈની જુદાઈ તો ના છૂટી
રાચી તારી માયામાં, જુદાઈ તો કોઠે પડી
કૃપા વિના તો તારી, ફરક એમાં નથી પડવાના
છીયે અમે તો નબળા, માનીયે અમને સબળા
છે કસોટીના ઘા આકરા, નથી અમે તો ઝીલવાના
તારા સાથ અને સહારા વિના રે માડી
જરૂર અમે તો તૂટી પડવાના
વધુ તને શું કહેવું રે માડી, તું નથી કાંઈ અજાણી
ભૂલો અમારી દેજે વિસારી, બાળક અમને જાણી
તારામાંથી પડયા છીએ છૂટા અમે રે માડી
કરજે કૃપા એવી, તુજમાં અમને તો ભળવાની
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
મળ્યા જીવનમાં તો જે-જે, છૂટા એ તો પડવાના
છૂટા પડેલા તો, ફરી પાછા કદી તો મળવાના
છૂટો પડ્યો છું રે, તુજથી હું તો માડી
ફરી પાછા આપણે તો, જરૂર મળવાના
નથી કોઈ હિસાબ તો મારો, તો મારી પાસે
છે હિસાબ તો મારો રે માડી, તારી પાસે પાકો
વિશ્વાસ તો છે તુજમાં રે માડી
હિસાબમાં તો ગોટાળા નથી થવાના
જનમોજનમ તો રહ્યા છે વીતતા
જુદાઈની જુદાઈ તો ના છૂટી
રાચી તારી માયામાં, જુદાઈ તો કોઠે પડી
કૃપા વિના તો તારી, ફરક એમાં નથી પડવાના
છીયે અમે તો નબળા, માનીયે અમને સબળા
છે કસોટીના ઘા આકરા, નથી અમે તો ઝીલવાના
તારા સાથ અને સહારા વિના રે માડી
જરૂર અમે તો તૂટી પડવાના
વધુ તને શું કહેવું રે માડી, તું નથી કાંઈ અજાણી
ભૂલો અમારી દેજે વિસારી, બાળક અમને જાણી
તારામાંથી પડયા છીએ છૂટા અમે રે માડી
કરજે કૃપા એવી, તુજમાં અમને તો ભળવાની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
malyā jīvanamāṁ tō jē-jē, chūṭā ē tō paḍavānā
chūṭā paḍēlā tō, pharī pāchā kadī tō malavānā
chūṭō paḍyō chuṁ rē, tujathī huṁ tō māḍī
pharī pāchā āpaṇē tō, jarūra malavānā
nathī kōī hisāba tō mārō, tō mārī pāsē
chē hisāba tō mārō rē māḍī, tārī pāsē pākō
viśvāsa tō chē tujamāṁ rē māḍī
hisābamāṁ tō gōṭālā nathī thavānā
janamōjanama tō rahyā chē vītatā
judāīnī judāī tō nā chūṭī
rācī tārī māyāmāṁ, judāī tō kōṭhē paḍī
kr̥pā vinā tō tārī, pharaka ēmāṁ nathī paḍavānā
chīyē amē tō nabalā, mānīyē amanē sabalā
chē kasōṭīnā ghā ākarā, nathī amē tō jhīlavānā
tārā sātha anē sahārā vinā rē māḍī
jarūra amē tō tūṭī paḍavānā
vadhu tanē śuṁ kahēvuṁ rē māḍī, tuṁ nathī kāṁī ajāṇī
bhūlō amārī dējē visārī, bālaka amanē jāṇī
tārāmāṁthī paḍayā chīē chūṭā amē rē māḍī
karajē kr̥pā ēvī, tujamāṁ amanē tō bhalavānī
|