શરીર શક્તિ તો જ્યાં હારી, શ્રદ્ધાએ તો કરી બતાવ્યું
કાળા ઘેરા અંધકારમાં, તેજનું કિરણ તો લાધ્યું
ચઢાણ હતા જે કપરાં, સહેલું એને તો બનાવ્યું
ખોવાયા હતા જે રસ્તા, રસ્તાનું ભાન પમાડયું
અસંભવને ભી તો, સંભવ એણે તો બનાવ્યું
સૂની પડેલી શક્તિને, અમૃત તો એણે રે પીવરાવ્યું
હાર્યા જગમાં એ તો, કિરણ શ્રદ્ધાનું ના સ્વીકાર્યું
શ્રદ્ધામાં જે વિકસ્યા, ઊંચા શિખર સર એણે કરાવ્યા
જગમાં મહાન થયા જે માનવી, તેજ શ્રદ્ધાનું એમાં પ્રકાશ્યું
હરેક યશસ્વી ગાથામાં, બળ શ્રદ્ધાનું તો દેખાયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)