છે કેવું આ મારું નસીબ રે માડી (2)
છું જગજનનીનું સંતાન હું તો, છે તોય એ મુજથી દૂર
મળવા ચાહું, મળી ના શકું, રહે પાસે ને પાસે ને દૂરની દૂર
ના કોઈ પત્તો, ના કંઈ જાણું, કેમ કરી એને રીઝવું
છે એ તો માલિક માયાની, માયામાં રહું હું તો ચૂર
છે એ તો શક્તિશાળી, છું હું તો શક્તિથી વિમુખ
છે એ તો કર્તાની કર્તા, કરતો રહું હું તો કર્મોમાં ભૂલ
છે એ તો સદા નમનને યોગ્ય, છું હું તો નમનથીયે દૂર
છે એ તો અશરીરી માતા, છું હું તનની માયામાં ચકચૂર
છે એ તો સહુનો સાથીદાર, સાથ સદા એનો હું ઝંખું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)