હશે તાકાત જીવનમાં જેની વધુ, જીવનને એ તો તાણી જાશે
ઘેરી લીધું છે અનેક દિશામાંથી અનેકે, જીવન એમાંને એમાં એ તણાશે
જામવા દીધું જોર જીવનમાં જેનું, જીવનને એ તો તાણતુંને તાણતું જાશે
રહ્યાં છે તાણતાને તાણતા સહુ, એની દિશામાં એમાં એ ઘૂમતું ને ઘૂમતું રહેશે
અનેક તાણોમાં તણાતા એ જીવનને, એ જીવનને જગમાં કોણ બચાવશે
હશે કોઈની તાકાત તો ઝાઝી, હશે તો કોઈની થોડી, તોએ એ તાણતી રહેશે
દુઃખદર્દ જાગશે જો તાણતું જીવનને, એ એની રીતે તાણતુંને તાણતું રહેશે
અનેક વિચારો તાણી રહ્યાં છે જીવનને, હશે જોર જે વિચારનું, એ જીવનને તાણી જાશે
અનેક ભાવો તાણી રહ્યાં છે જીવનમાં, હશે જે ભાવમાં જોર વધુ, જીવનને એ તાણી જાશે
જાગી ભક્તિ હૈયાંમાં જો સાચી, પ્રભુના ચરણમાં એ તો લઈ જાશે, લઈ જાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)