રાય ને ભી રંક બનાવે, સત્તાવાનને સત્તાહીન કરે - રે
વિધાતાની વક્રદૃષ્ટિ તો જીવનમાં, શું નું શું રે કરે
વહાલાને વેરી કરે, પ્રેમીને વિખૂટા કરે - રે
પુણ્યશાળી પાપી બને, લક્ષ્મીપતિને ભિખારી કરે - રે
જ્ઞાનીને તો મૂઢ કરે, વાચાળને પણ મૂંગા કરે - રે
સાજા-નરવાને માંદા કરે, સુદૃઢને નિર્બળ કરે - રે
તેજસ્વીનું તો તેજ હણે, ગર્વિષ્ઠને દીન કરે - રે
ત્યાગીને માયામાં ડુબાડે, શૂરવીરને ડરપોક કરે - રે
રળિયામણાને વેરાન કરે, મહેલને જમીનદોસ્ત કરે - રે
આશાના મિનાર તૂટે, જળાશયના જળ ખૂટે - રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)