રાહ જોઈ તેં ખૂબ મારી માડી, રાહ જોઈ મેં તો ખૂબ તારી
થયું ના મિલન તારું મારું, પડશે જોવી રાહ તો કયાં સુધી
કાં તું રહેજે સામે ઊભી, કાં તું લેજે મને બોલાવી
તારી પલકમાં વિતે યુગો, કહેતી ના મળશું પલક પછી
પલક વીતી કેટલી ખબર નથી, જોજે વીતે ના એક પલકની
કાં ભૂલો જાજે તું ભૂલી, કાં દેજે માડી મને તો સુધારી
તારી હાલતની ના ખબર મને, મારી હાલતથી નથી તું અજાણી
અંત છે રે મારો, રાહને અનંત તો દેજે ના બનાવી
વિનંતી મારી લેજે સ્વીકારી, ઓ મારી પરમ કૃપાળી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)