‘મા’ ને જાણ્યા વિના, જાણ્યું બીજું અધૂરું રહે
‘મા’ ને જાણ્યા પછી, જાણવાનું ના કંઈ બાકી રહે
કર્તાને જાણતા તો, કૃતિ તો સમજાઈ જશે
કૃતિને સમજતા, કર્તાનો તો અણસાર મળે
હર બાળકમાં સદા તો ‘મા’ નું લોહી વહે
લોહી તો કદી ન કદી તો છૂપું ના રહે
પીતા ઝેર તો જાણ્યે, અજાણ્યે અસર કરે
અમૃત પણ સદા તો એનો ભાવ ભજવે
ભક્તિ પણ જો, હૈયે તો જ્યાં જાગી જશે
‘મા’ ના ચરણમાં એ તો સદા લઈ જશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)