ભલી-ભલી મારી ઝૂંપડી, હોયે ત્યાં જો મારી ‘મા’
કામ નથી મારે મહેલનું, કરવી શું બધી માયા
કરવું શું મારે ગંગાજળ, મળે ચરણામૃત નિત્ય પીવા
નથી સાંભળવા પ્રવચનો મારે, સાંભળવું છે ‘મા’ કહે બેટા
નયનોને નથી દેવી તસ્દી બીજી, દેખાયે આંખ સામે જો ‘મા’
સંગીત પણ લાગે ફીંકું, મળે સાંભળવા જ્યાં શબ્દો ‘મા’ ના
હૈયાની ધડકન ખોટી, ના સંભળાયે નામ જો એમાં ‘મા’ ના
મળે ના શાંતિ એના જેવી, મળે તો જે એના ચરણોમાં
જોઈતા નથી બીજા સહારા, મળે સહારા તો જ્યાં ‘મા’ ના
નથી જોઈતા બીજા આંસુ, વહે ભલે નીરખતાં મુખ ‘મા’ ના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)