અમાપ આ વિશ્વમાં છીએ રે, આપણે એકલા ને એકલા
શ્વાસે-શ્વાસે રહ્યા સાથે રે જે, રહેશે સાથે એ તો કેટલા
રહેશે સુખમાં તો સહુ સાથે રે, રહેશે સુખના દિન તો કેટલા
વીતશે ના દુઃખના દિનો રે, રહેશે દિન દુઃખના કેટલા
તનની દીવાલ આવે રે વચ્ચે, તોડી, ઊતરશે ઊંડા કેટલા
ના રહેશે કોઈ, રહેશે કટેલા, સુખેદુઃખે સાથે કેટલા
જનમી આવ્યા જગમાં, રહ્યા જીવનમાં હસતા કેટલા
માયા વળગી છે સહુને, ડૂબ્યા ને તર્યા એમાં કેટલા
ધરી જનમ આવ્યા સહુ જગમાં, રહ્યા કાયમ કેટલા
બની માનવ આવ્યા સહુ, પામ્યા પ્રભુને તો કેટલા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)