Hymn No. 1735 | Date: 23-Feb-1989
|
|
Text Size |
 |
 |
છે જંગ આ તો, જીત સુધીનો, જંગ જીત સુધી તો ચાલશે (2) અટકશે જ્યાં એ વચ્ચે, થાશે શરૂ ફરી, અંત, જીત વિના બીજો ના આવશે રે - જંગ... બદલાયા, બદલાશે, મેદાનો રે ઘણા, જંગ જીત સુધી તો ચાલશે (2) મળશે સાથી, છૂટશે સાથી ઘણા, જંગ જીત સુધીનો તો ચાલશે (2) જાણ્યે અજાણ્યે, રહેશે એ ચાલુ જીત વિના, ના અંત બીજો આવશે મળ્યા કંઈક શત્રુઓ, કંઈક મળતા રહેશે, જીત મેળવ્યા વિના, ના અંત એનો આવશે પડશે તું એમાં, ઊભા થયા વિના ના ચાલશે, ભાગવાથી ના અંત એનો આવશે બની મક્કમ, કરશે જ્યાં તું સામનો, અંત એનો વ્હેલો આવશે કર નજર તું એના પર, કર્યો મક્કમતાથી સામનો, જીતી ગયા જીવન, અંત ભલે જીવનનો આવશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|