Hymn No. 1737 | Date: 27-Feb-1989
|
|
Text Size |
 |
 |
1989-02-27
1989-02-27
1989-02-27
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13226
જુએ જે આંખો, વાણી બધું ના એ કહી શકે
જુએ જે આંખો, વાણી બધું ના એ કહી શકે મુખ બોલે જે વાણી, આંખ બધું ના એ જોઈ શકે જાગે અંતરમાં જે જે, ના વાણી પર બધું આવી શકે પ્રાણ તો રહે શરીરમાં, ના મન સાથે રહી શકે જાગે ભાવો જે હૈયામાં, ના હોઠ બધું એ કહી શકે કામ ભલે એકનું બીજા કરે, ફરક થોડો એમાં પડી જશે કરે કામ જ્યાં જુદી દિશામાં, એક ના એ બની શકે સૂર્ય સદા તપતો રહે, શીતળતા ના એ દઈ શકે ચંદ્ર પ્રકાશે ભલે ઘણો, તાપ ના એ તો દઈ શકે વૈર ભલે સાધશે બીજું, ના પ્રેમ એ તો દઈ શકે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jue je ankho, vani badhu na e kahi shake
mukh bole je vani, aankh badhu na e joi shake
chase antar maa je je, na vani paar badhu aavi shake
praan to rahe shariramam, na mann saathe rahi shake
jaage bhavo je haiyamhum, na hotha e kahi shake
kaam bhale ekanum beej kare, pharaka thodo ema padi jaashe
kare kaam jya judi dishamam, ek na e bani shake
surya saad tapato rahe, shitalata na e dai shake
chandra prakashe bhale ghano, taap na e to dai shake
vair bhalum bhalum , na prem e to dai shake
|
|