જાગશે જ્યાં હૈયે કૂડો ભાવ, પડઘો એનો પડી જાશે
રાખ્યો હશે છુપાવી ઊંડે, ઉપર એક દિન આવી જાશે
હશે રોક્યા હૈયાના આંસુ જ્યાં, એક દિન એ વહી જાશે
હશે કર્યા જ્યાં છુપા પાપ, એક દિન એ પોકારી જાશે
વહેશે જ્યાં પ્રેમનાં શુદ્ધ ભાવ, પાવન એ કરી જાશે
જાગશે હૈયે જ્યાં ક્રોધના ભાવ, મુખ એ કહી જાશે
વ્હેશે જ્યાં હૈયે પ્રેમના ભાવ, જગ એનું બની જાશે
વ્યાપશે જ્યાં હૈયે કચવાટ, દુઃખ એ નોતરી જાશે
જાગશે જ્યાં હૈયે શુદ્ધ ભાવ, તન્મયતા જાગી જાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)