એક જ ધરતીનું ધાવણ ધાવે, શું પથ્થર કે શું માટી
એકનું હૈયું કોમળ રહ્યું, રહ્યો પ્રખ્યાત બીજો કઠોરતાથી
સાકર અનેક જગમાં ખાયે, કોઈ જીભે તો એ વળગી
જગ કારણે શિવે ઝેર પીધું, જગમાં ઝેરની હસ્તી ના હટી
સાગરે ખારાશ ધરતીની ધરી, માનવ હૈયે ખારાશ ના ઘટી
પ્રગતિ માનવની રૂંધાઈ જાશે, હૈયેથી ધીરજ જો ખૂટી
જાશે ઊતરી, ઊંડી ગર્તામાં, પાપની એક કડી ભી જો જડી
અનર્થ ત્યાં તો વળી જાશે, સંયમની દોરી જાશે જો તૂટી
સંબંધમાં તિરાડ તો પડી જાશે, આંખથી શરમ જો હટી
માનવ તો માનવ નહિ રહે, પ્રભુમાં શ્રદ્ધા જો ખૂટી
એક જ ધરતીનું અનાજ ખાયે, પ્રગટે હૈયે કોઈને ભક્તિ
વાણી તો સહુ કોઈ કાઢે, કોઈ સાચી તો કોઈ ખોટી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)