મરી જાશું રે, મરી જાશું રે માડી
નામ તારું હૈયેથી જ્યાં હટયું
રહેશે આ પ્રાણ વિનાનું પિંજરું રે માડી
તારા નામનું અમૃત જો ના મળ્યું
મૃત એવા આ જીવનમાં રે માડી
નામના અમૃત, અમર કામ કીધું
હટાવી અનેક ક્ષતિઓ, જીવનમાં રે માડી
ઝેર જીવનનું એણે પચાવ્યું
નામના અમૃત બિંદુએ, જીવન આગળ ધપ્યું
રાખી સતત ચાલુ, નથી જીવનમાં હટવું
તારા નામનું અમૃત પીને રે અમર બનવું
પ્રેમમાં સિંચન કરીને, એને તો ઘૂંટવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)