એક તો છે જગમાં, ‘મા’ તું, તું જગમાં એક છે
ધરી ધરી રૂપ જુદા, જગને તો તું મૂંઝવી દે છે
માયા ભી છે તારી, માયામાં અમને નાખી દે છે
જાણે જગમાં તું રે બધું, મૌન ધરી, મૂંઝવી દે છે
કદી લાગે પાસે, કદી તો દૂર, કોઈ ના કાંઈ કહી શકે
કદી નર બને, કદી નારી બને, એ શું નું શું રે બને
કદી એ હેતાળ, કદી એ પ્રેમાળ, કદી તો રૌદ્ર બને
રાતદિન સહુની રાખે સંભાળ, ઉપકાર સદા એ કરે
કદી અહીં, કદી ક્યાંય, જગને ખૂણે ખૂણે પહોંચે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)