ચાલતા આગળ, ચડતા ઉપર, શ્રમ તો જરૂર પડશે
બીશે જો તું શ્રમથી, આગળ તો તું ક્યાંથી વધશે
મળશે ખાડા, મળશે ટેકરા, મળશે વળી રે કાંટા
હશે અજાણ્યું, સાથ વિનાનું, પડશે તોય ચાલવું
મારગડે લાગશે તરસ, મળશે ત્યાં ભલે પાણી ખારું
મળશે મારગડે ઘણા, ના સમજાશે, છે મિત્ર કે લૂંટારું
ધોમધખતાં તાપે મળશે ના છાંયડો, પડશે તોય ચાલવું
પૂછતાં પૂછતાં, મારગ કાપજે, કાઢજે શોધી તારું ઠેકાણું
ખૂટે ભાથું, નિરાશ ન થાતો, રહી ભરોસે પડશે ચાલવું
મારગ તારો ખૂટતો જાશે, શ્વાસે-શ્વાસે રાખજે નામ ચાલુ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)