છે જગમાં સહુ સ્વાર્થના પૂતળાં, સ્વાર્થે રંગાયા છે
સ્વાર્થે રહે સહુ બંધાતા, સ્વાર્થે તો ટકરાયા છે
સ્વાર્થે બનાવ્યા પોતાના, સ્વાર્થે બનાવ્યા પરાયા છે
મળે ના જગમાં સ્વાર્થ વિનાના, સહુ સ્વાર્થે રંગાયા છે
કદી ત્યાગના ઓઢે ઓઢણાં, સ્વાર્થે ડોકિયા કીધાં છે
કદી મમતાના આંચળ નીચે, સ્વાર્થ તો પોષાયા છે
સ્વાર્થે તો ઇતિહાસ રચ્યા, સ્વાર્થે તો વેર બંધાયા છે
પ્રેમમાં પણ જગમાં તો, ગંધ સ્વાર્થની તો આવે છે
નિસ્વાર્થના સ્વાંગ સજી, સ્વાર્થ જગમાં સધાયા છે
સ્વાર્થનું સામ્રાજ્ય છે વ્યાપક, સ્વાર્થે સહુ રંગાયા છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)