Hymn No. 1766 | Date: 10-Mar-1989
|
|
Text Size |
 |
 |
રહી વરસાવી પ્રેમ, સદા જગ પર રે માડી તારા પ્રેમમાં, ફરક તો પડયો નથી
Rahi Varsavi Prem, Sada Jag Par Re Madi Tara Premma, Farak Toh Padyo Nathi
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
રહી વરસાવી પ્રેમ, સદા જગ પર રે માડી તારા પ્રેમમાં, ફરક તો પડયો નથી રહ્યા બદલાતા સંજોગો, જીવનમાં તો સહુના, તારો પ્રેમ તો કદી બદલાયો નથી માડી, તને માને ન માને, જગમાં ભલે તને રે, બાળક તોયે તારા એ મટતા નથી - રે માડી અનાદિ કાળથી, સૂર્ય ધરતી પર તપતો રહ્યો, ફરક તો એમાં પડયો નથી - રે માડી યુગોથી સાગરમાં ભરતી ઓટ થાતી રહી, ફરક તો એમાં પડયો નથી - રે માડી યુગોથી માનવમાં રક્ત તો વહેતું રહ્યું, રક્તનો રંગ તો બદલાયો નથી - રે માડી યુગોથી વૃત્તિ માનવમાં ઊછળતી રહી વૃત્તિઓ હજી બદલાઈ નથી - રે માડી યુગોથી માડી તું, જગની કર્તા રહી, માડી જગજનની તું તો મટી નથી - રે માડી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|