છતી આંખે, ભર અજવાળે, ના જે જોઈ શકે
કાં, એ તો અંધ હશે, કાં આંખે પાટો બાંધ્યો હશે
છતાં પગે, લાંબી સફરે, જે રસ્તો ના કાપે
કાં એ તો થાક્યો હશે, કાં એ તો પાંગળો હશે
થાળ ભોજનનો સામે ભર્યો હશે, છતાં હાથે ના ખાઈ શકે
કાં પેટ એનું ભર્યું હશે, કાં હૈયે આળસે ઘેર્યું હશે
અન્યાય થાતો ના જોઈ શકે, સામનો ના એ કરી શકે
કાં તો એ નિર્બળ હશે, કાં તો એ મજબૂર હશે
મોટા અવાજે પોકાર પડે, ના જો એ સાંભળી શકે
કાં એ તો બહેરો હશે, કાં એ તો બેધ્યાન હશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)