મનના વેગમાં જ્યાં તણાયા રે (2)
ના એ બાંધ્યા રહેવાના, ના એ બાંધ્યા બંધાવાના રે
ના ઉપકાર યાદ રહેવાના, વચનો પણ ભુલાવાના રે
સદા મજબૂર બનવાના, ન કરવાનું એ તો કરવાના રે
ના એ તો અટકવાના, ક્યાં ના ક્યાં એ તણાવાના રે
કદી સાચામાં, કદી ખોટામાં, એ તો મૂંઝાવાના રે
તણાતા તણાતા પોતે, દોષ બીજાના એ કાઢવાના રે
ગતિ મનની છે ભયંકર, ના એમાં સંભાળી શકવાના રે
કદી અહીં, કદી ક્યાંય, એ તો ભટકતા રહેવાના રે
એની તાણે તાણે તણાઈ, ના સ્થિર રહેવાના રે
મથી મથી રાખે કાબૂ, ના પાર એ તો પહોંચવાના રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)